Sunday, May 25, 2008

માતાનો મહિમા...

મમતાળુ સંસારે સઘળાં, વધુ મમતાળુ માતા,નિર્મળતાની પ્રતિમા દેવી સ્વર્ગતણી સદ્યસ્નાતા.

પ્રેમાળ અસંખ્ય જગતમાં પણ પ્રેમાળ વધારે માતા,પ્રેમ જ જાણે અવતીર્ણ થયો રચવા પ્રીતતણી ગાથા.

કરુણાર્દ્ર ધરાતલ પર કૈંયે, કરુણાર્દ્ર વધારે માતા,
કરુણા પોતે પ્રગટી રૂપ ધરી એનું જીવનદાતા.

મધુતાથી મઢેલ મનનાં કૈંયે, મધુર અધિક પણ માતા,મધુતા પોતે પ્રત્યક્ષ થઇ મધપૂડે મઢીને કાયા.

સંકટ સહે અન્યને માટે સુખને ત્યાગે માતા,ધરતી કરતાંયે વધારે સહે એ સાક્ષાત તિતિક્ષા.

સૌંદર્ય શીલ રસ પૂર્ણ સર્જને પદાર્થ દિવ્ય અનેરા,અપૂર્ણ દીસે નીરસ લાગે હોય નહીં જો માતા.

No comments:

Post a Comment