Sunday, May 25, 2008

અસત્યો માંહેથી....

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના।

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો।

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે।

પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે।

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો।

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા।

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી।

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથજી ! ધરું.

માતૃદેવો ભવ

માતૃદેવો ભવ માતૃદેવો ભવપરમ એ મંત્ર છે માન મારું।
મર્મને સમજતાં તોડ તાળું,શાંતિમાં સ્નાન કર સુખમહીં મગ્ન ફરપામશે સિદ્ધિનું સ્થાન ન્યારું… માતૃદેવો ભવ

દેવ બીજા વસે વિશ્વમાં આકિન્તુ પ્રત્યક્ષ છે દેવ માતા,
દેવદેવેશ એ પ્રગટ અખિલેશ છેનિત્ય આરાધ ને પામ શાતા… માતૃદેવો ભવ

તીર્થમાં વાસ કરતો વિચરતોતીર્થ જંગમ પરમપુનિત માતાલક્ષમાં લેશ એ જ્ઞાનને ધાર તોમુક્ત બનશે મધુર મુક્તિદાતા… માતૃદેવો ભવ

કામધેનુ સદા સેવ સ્નેહે,ત્રુટિ કદીયે રહેશે ન કેમેપૂર્ણ પરિતોષથી અચળ અનુગ્રહથકીક્ષતિ રહેશે નહીં યોગક્ષેમે… માતૃદેવો ભવ

સૌને જવાનું નિશ્ચિત..

સૌને જવાનું નિશ્ચિત પણ એકના ગમનથીગમગીન થાય અંતર વેદન અખૂટ વેઠેલોચન દ્રવે હૃદયને સ્મૃતિ એહની વલોવેપીડા અસહ્ય પામે આતમ અશાંત પેઠે;ને અન્યના જવાથી સંવેદના ન જાગેજાણે કશું ગયું ના ખોવાયું એમ લાગે।કોઇકના ગમનથી રાહત મળે હૃદયનેઆનંદ થાય સહેજે શોકિતસમા સદનને.

સૌને જવાનું નિશ્ચિત પણ એકના જવાથીજીવન ગયેલ લાગે ને અન્યના ગમનથીજીવન ફરીથી જાગે વાગે સુખદ સિતારી.સૌનું જવાનું નિશ્ચિત પણ એકના જવાથીમંદિર બને, સ્મશાને બીજાનું ના સુહાયે;સૌનું પ્રયાણ ચોક્કસ પણ એ પ્રયાણ કેવીરીતે કરાય છે એ ઇતિહાસ પળ અનેરીનોંધાય એક માટે પ્રેરક બની રહેતી,નોંધાય અન્યની ના શાશ્વત કથા કહેતી.

માતાનો મહિમા...

મમતાળુ સંસારે સઘળાં, વધુ મમતાળુ માતા,નિર્મળતાની પ્રતિમા દેવી સ્વર્ગતણી સદ્યસ્નાતા.

પ્રેમાળ અસંખ્ય જગતમાં પણ પ્રેમાળ વધારે માતા,પ્રેમ જ જાણે અવતીર્ણ થયો રચવા પ્રીતતણી ગાથા.

કરુણાર્દ્ર ધરાતલ પર કૈંયે, કરુણાર્દ્ર વધારે માતા,
કરુણા પોતે પ્રગટી રૂપ ધરી એનું જીવનદાતા.

મધુતાથી મઢેલ મનનાં કૈંયે, મધુર અધિક પણ માતા,મધુતા પોતે પ્રત્યક્ષ થઇ મધપૂડે મઢીને કાયા.

સંકટ સહે અન્યને માટે સુખને ત્યાગે માતા,ધરતી કરતાંયે વધારે સહે એ સાક્ષાત તિતિક્ષા.

સૌંદર્ય શીલ રસ પૂર્ણ સર્જને પદાર્થ દિવ્ય અનેરા,અપૂર્ણ દીસે નીરસ લાગે હોય નહીં જો માતા.

માતૃભૂમિ

આ માતૃભૂમિ મુજ શાશ્વત પ્રાણપ્યારીઅત્યંત મંગલ પવિત્ર ત્રિલોકન્યારી,વૈંકુઠભૂમિ જનની શુચિદેવતાની,પ્રાકટ્યધામ પ્રભુનું જગની વિધાત્રી।

આ પારણું સુખદ શૈશવનું મહારું,ક્રીડાસ્થલી મધુર યૌવનની પ્રમત્ત;વાર્ધક્યનું વિમળ શ્રેષ્ઠ વિરામસ્થાન,કૈવલ્ય મૃત્યુપળ કેરું પ્રશાંતિધામ।

ગંગા પ્રશાંત યમુના મધુ નર્મદાશીગાતી અસંખ્ય સરિતા નિજપ્રેમગાન,રેલે હિમાલય સમા ગિરિરાજ રશ્મિશાં દેશગૌરવ તણાં શુચિ સભ્યતાનાં !

જેણે કુદૃષ્ટિ જગતે ન કરી કદીયે,ના શસ્ત્રથી હડપવા પરભૂમિ યત્નોસ્વપ્ને કર્યાં, રગ ભર્યાં ઋત ને અહિંસા,એ ભૂમિને નમન કોટિક કાં કરું ના ?

જેણે પ્રશાંતિમય આસનપે વિરાજીઆત્મા તણી પરમખોજ કરી પુરાણેઅર્પ્યા ચતુર્વિધ મહાપુરષાર્થ કેરામંત્રો મનુષ્યકુળને હિતના અનેરા।

અધ્યાત્મનાં સુખદશાશ્વત રશ્મિ રેલ્યાંઅજ્ઞાનના થર નિરંતર ભેદવાને,એનો અનંત મહિમા નવ શારદાયેગાઈ શકે કવન પૂર્ણપણે કદાયે।

આ માતૃભૂમિ મધુસંસ્કૃતિમાત ન્યારીશ્રેયસ્કરી સુખમયી વસુધાવિધાત્રીછે જન્મભૂમિ સહુની, ચિરકાળ એનીજયોત્સના રહો ઝગમગી નવપ્રાણ રેલી :

સંરક્ષવા સુખમયી કરવા યશસ્વીમાહાત્મયગૌરવ વળી ધરવા અનેરુંએનું સદૈવ મુખ ઉજ્જવલ રાખવાનેમારું સમસ્ત સમિધા ધન થાઓ પ્યારું !