Sunday, November 13, 2011

ક્યાં હશે એ પરી , ક્યાં હશે ....


જેની આખો માં તડકા ને છાયા ,
જેની સાથે છે મોસમ ને માયા ,
વાત માં સાદગી ,બોલ માં તાજગી ,
ક્યાં હશે એ પરી , ક્યાં હશે ....
ક્યાં હશે એ પરી , ક્યાં હશે ....

વાદળ થી ઉજળું છે મન , પાંખો માં પહેરે પવન ,
ઝાકળ થી છલકાતા એના નયન ,પાપળ થી કાજળ તો કરતુ કવન ,
પલભર માં સંતાતી, પલભર માં દેખાતી, મળતી કદી સ્વપ્ન માં ,
ફૂલ ને ચુમતી, ગીત માં ઝૂમતી,
ક્યાં હશે એ પરી , ક્યાં હશે ....
ક્યાં હશે એ પરી , ક્યાં હશે ....

ચાંદ ની નગરી માં રહેતી હશે , ઝરણા ની સાથે વહેતી હશે ,
ઝરમરતી બુંદો  માં રમતી હશે , ગુંજે છે નામ એનું ચારે દિશા ,
લઇ ને મહેક એની ઉડતી હવા , પલભર માં સંતાતી  પલભર માં દેખાતી ,
મળતી હતી સ્વપ્ન માં .....
ધૂપ માં રંગ માં , કોઈ આકાર માં ,જો મળી તો કહું હું પરી
તું બની જા ને મારી પરી ...તું બની જા ને મારી પરી

--- By RJ Dhvanit
http://youtu.be/8x3-XZArcJg

No comments:

Post a Comment