Sunday, January 22, 2012

હવે તને જોવાનો કોઈ અર્થ નથી !!!

હવે તને જોવાનો કોઈ અર્થ નથી,
મને સમજી સકે એવું તારું દિલ નથી,
તું તરછોડ્યા કરે અને હું ચાહ્યા કરું,
હવે એ મને મંજૂર નથી.
ભલે હું હાર્યો ને તું જીતી, પણ
મારી હાર જેવો દમ તારી જીત માં નથી.
નસીબદાર છે એ કે જેને તું મળી છે,
પણ એમાં હું શું કરી શકું?
તને પામી શકું એવી એકેય રેખા મારા હાથ માં નથી.
હું તને જોઉં ને તું જોવે બીજા ને,
તેથી જ તને જોવા નો કોઈ અર્થ નથી,
હું લખું અને તું વાંચી ના શકે, અને
કદાચ વાંચી શકે તો સમજી ના શકે
એવી મારી આ ગઝલ નો કોઈ અર્થ નથી.

-- taken from FaceBook( friend's wall post)

No comments:

Post a Comment